રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન)
સંખ્યાબંધ લોકોની આંખ સામે
ધોળે દહાડે
ઇસ્પિતાલ જેવા જાહેર સ્થળે
મરવાનું અંગત કાર્ય કરી ગયો
એને આજે વરસો થયાં.
હવે સમય પાકી ગયો છે કે
હું એને અંજલિ આપું;
એની કરુણભવ્ય ગાથા રચું;
જેથી કેટલાક વધુ માણસો જાણે
કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો.
ભડનો દીકરો હતો એ,
તડ ને ફડ હતો એ.
મને એકંદરે ગમતો.
શરૂઆતરૂપે હું કહી શકું કે
મથુરાદાસને ધરતીનો લગાવ હતો.
એ વિધવિધ સુંદર ફૂલોને રોપતો, ઉછેરતો,
મન મૂકીને ખડખડ હસતો,
તક મળ્યે બહારગામ જઈ
રોજના વીસ-તીસ માઈલ પેદલ રખડી નાખતો.
ઝનૂની ઘોડાઓ પલાણતો,
અને ઉનાળાની રાત્રિએ ધાબા પર જઈ
તારાઓની નિકટમાં સૂઈ જતો.
(ના, ના, આ કંઈ જોઈએ એટલી ભવ્ય વાત ન થઈ શકી.
જુઓને, થોરો નામનો એક ફિલસૂફ શહેર મૂકી દઈ
છેક કોઈ એકાંત સરોવર-તીરે વસતો.
એના કુદરતપ્રેમ સામે આપણો મથુરાદાસ
તો બિચારો ફિક્કો ફિક્કો પડી જશે.)
પણ હા, મથુરાદાસ વેપારી બળૂકો, હોં.
ત્રીસ વરહ સુધી દરરોજના દહ-દહ કલાક
પોતાની પેઢી ઉપર રચ્યોપચ્યો રે’.
દેશ-દેશાવરની મુસાફરી, પછાત વસ્તારમાં
ફૅક્ટરી નાખવી, ત્યાં રેતીવાળા રોટલા
ખાઈને પડી રે’વું,
કોરટ-વકીલો, મંદી-તેજી, અળસી-એરંડો,
ફિકર-ફિકર, પ્રામાણિકતા, ઝઘડા, મહત્ત્વાકાંક્ષા.
બધે અજવાળું વિખેરાતું હતું, જાણે.
–મથુરાદાસનું કોડિયું બબ્બે વાટે બળતું જતું હતું.
(તમે કદાચ ઇમ્પ્રેસ નહિ થાઓ.
કદાચ તમારી ઑફિસનો બૉસ
સાવ સામાન્ય ગુમાસ્તામાંથી
આજે કરોડોના વેપાર સુધી પહોંચ્યો હોય.
તમે કહેશો કે યાર, સફળતા તો એને કહેવાય.
મથુરાદાસનું તો જાણે...સમજ્યા.)
જો કે મારે ઉમેરવું જોઈએ કે
પાછલાં વરસોમાં મથુરાદાસ સામે
અસહકારનું આંદોલન ઉપાડ્યું હતું
એના શરીરે.
તેનાં એક પછી એક અંગ ખોટાં પડતાં જતાં હતાં.
વગડાઉ કાગડાનો પગ તૂટી જાય,
પછી તે ન તો વનમાં સ્વચ્છન્દાચાર કરી શકે,
ન તો પિંજરે બેસીને લોકોનું મનોરંજન,
એવી કપરી સ્થિતિ એની થઈ હતી.
પણ લાચારીને એણે મુદ્દલ ન સ્વીકારી, મુસ્તાક રહ્યો.
આ મોત સાથેનો પ્રવાસ હતો,
અને હંમેશા તેણે એ સહપ્રવાસીની
ઠેકડી ઉડાવી.
(માળું, આયે તમને નહિ જામે.
કેટકેટલી ફિલ્મો તમે જોઈ નાખી છે
જેમાં અસાધ્ય કૅન્સરથી ગ્રસ્ત હીરો
હસતો-હસાવતો મોતને ભેટતો હોય છે.
ના, હવે આ ફૉર્મ્યુલા તમને નહિ ચાલે.)
તો, માફ કરજે ભાઈ મથુરાદાસ જેરામ,
હું તારે માટે કોઈ કીર્તિસ્મારક રચી શકતો નથી.
વાતચીત કે વર્ણનોથી હું એક્કેય
વાઙમય મંદિર ચણી શકતો નથી.
કે જેમાં તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે.
શબ્દોનાં હૂંફાળાં પીંછાંઓ ઓઢાડી શકતો નથી
તારા સંદર્ભના નગ્ન ડિલ પર.
એક પ્રામાણિક વેદના સિવાય હું કશુંયે આપી શકતો નથી,
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.
mathuradas jeram namno ek shakhs (unmar warsh trepan)
sankhyabandh lokoni aankh same
dhole dahaDe
ispital jewa jaher sthle
marwanun angat karya kari gayo
ene aaje warso thayan
hwe samay paki gayo chhe ke
hun ene anjali apun;
eni karunbhawya gatha rachun;
jethi ketlak wadhu manso jane
ke mathuradas kon hato, kewun jiwyo
bhaDno dikro hato e,
taD ne phaD hato e
mane ekandre gamto
sharuatrupe hun kahi shakun ke
mathuradasne dhartino lagaw hato
e widhwidh sundar phulone ropto, uchherto,
man mukine khaDkhaD hasto,
tak malye bahargam jai
rojna wees tees mail pedal rakhDi nakhto
jhanuni ghoDao palanto,
ane unalani ratriye dhaba par jai
taraoni nikatman sui jato
(na, na, aa kani joie etli bhawya wat na thai shaki
juone, thoro namno ek philsuph shaher muki dai
chhek koi ekant sarowar tere wasto
ena kudartaprem same aapno mathuradas
to bicharo phikko phikko paDi jashe )
pan ha, mathuradas wepari baluko, hon
trees warah sudhi darrojna dah dah kalak
potani peDhi upar rachyopachyo re’
desh deshawarni musaphri, pachhat wastarman
phektri nakhwi, tyan retiwala rotla
khaine paDi re’wun,
korat wakilo, mandi teji, alsi eranDo,
phikar phikar, pramanikta, jhaghDa, mahattwakanksha
badhe ajwalun wikheratun hatun, jane
–mathuradasanun koDiyun babbe wate balatun jatun hatun
(tame kadach impres nahi thao
kadach tamari auphisno baus
saw samanya gumastamanthi
aje karoDona wepar sudhi pahonchyo hoy
tame kahesho ke yar, saphalta to ene kaheway
mathuradasanun to jane samajya )
jo ke mare umerawun joie ke
pachhlan warsoman mathuradas same
asahkaranun andolan upaDyun hatun
ena sharire
tenan ek pachhi ek ang khotan paDtan jatan hatan
wagDau kagDano pag tuti jay,
pachhi te na to wanman swachchhandachar kari shake,
na to pinjre besine lokonun manoranjan,
ewi kapri sthiti eni thai hati
pan lacharine ene muddal na swikari, mustak rahyo
a mot satheno prawas hato,
ane hanmesha tene e sahaprwasini
thekDi uDawi
(malun, aaye tamne nahi jame
ketketli philmo tame joi nakhi chhe
jeman asadhya kensarthi grast hiro
hasto hasawto motne bhetto hoy chhe
na, hwe aa phaurmyula tamne nahi chale )
to, maph karje bhai mathuradas jeram,
hun tare mate koi kirtismarak rachi shakto nathi
watchit ke warnnothi hun ekkey
wangmay mandir chani shakto nathi
ke jeman tari smritini pratishtha thai shake
shabdonan humphalan pinchhano oDhaDi shakto nathi
tara sandarbhna nagn Dil par
ek pramanik wedna siway hun kashunye aapi shakto nathi,
o mathuradas, mara pita, mara mrit pita
mathuradas jeram namno ek shakhs (unmar warsh trepan)
sankhyabandh lokoni aankh same
dhole dahaDe
ispital jewa jaher sthle
marwanun angat karya kari gayo
ene aaje warso thayan
hwe samay paki gayo chhe ke
hun ene anjali apun;
eni karunbhawya gatha rachun;
jethi ketlak wadhu manso jane
ke mathuradas kon hato, kewun jiwyo
bhaDno dikro hato e,
taD ne phaD hato e
mane ekandre gamto
sharuatrupe hun kahi shakun ke
mathuradasne dhartino lagaw hato
e widhwidh sundar phulone ropto, uchherto,
man mukine khaDkhaD hasto,
tak malye bahargam jai
rojna wees tees mail pedal rakhDi nakhto
jhanuni ghoDao palanto,
ane unalani ratriye dhaba par jai
taraoni nikatman sui jato
(na, na, aa kani joie etli bhawya wat na thai shaki
juone, thoro namno ek philsuph shaher muki dai
chhek koi ekant sarowar tere wasto
ena kudartaprem same aapno mathuradas
to bicharo phikko phikko paDi jashe )
pan ha, mathuradas wepari baluko, hon
trees warah sudhi darrojna dah dah kalak
potani peDhi upar rachyopachyo re’
desh deshawarni musaphri, pachhat wastarman
phektri nakhwi, tyan retiwala rotla
khaine paDi re’wun,
korat wakilo, mandi teji, alsi eranDo,
phikar phikar, pramanikta, jhaghDa, mahattwakanksha
badhe ajwalun wikheratun hatun, jane
–mathuradasanun koDiyun babbe wate balatun jatun hatun
(tame kadach impres nahi thao
kadach tamari auphisno baus
saw samanya gumastamanthi
aje karoDona wepar sudhi pahonchyo hoy
tame kahesho ke yar, saphalta to ene kaheway
mathuradasanun to jane samajya )
jo ke mare umerawun joie ke
pachhlan warsoman mathuradas same
asahkaranun andolan upaDyun hatun
ena sharire
tenan ek pachhi ek ang khotan paDtan jatan hatan
wagDau kagDano pag tuti jay,
pachhi te na to wanman swachchhandachar kari shake,
na to pinjre besine lokonun manoranjan,
ewi kapri sthiti eni thai hati
pan lacharine ene muddal na swikari, mustak rahyo
a mot satheno prawas hato,
ane hanmesha tene e sahaprwasini
thekDi uDawi
(malun, aaye tamne nahi jame
ketketli philmo tame joi nakhi chhe
jeman asadhya kensarthi grast hiro
hasto hasawto motne bhetto hoy chhe
na, hwe aa phaurmyula tamne nahi chale )
to, maph karje bhai mathuradas jeram,
hun tare mate koi kirtismarak rachi shakto nathi
watchit ke warnnothi hun ekkey
wangmay mandir chani shakto nathi
ke jeman tari smritini pratishtha thai shake
shabdonan humphalan pinchhano oDhaDi shakto nathi
tara sandarbhna nagn Dil par
ek pramanik wedna siway hun kashunye aapi shakto nathi,
o mathuradas, mara pita, mara mrit pita
સ્રોત
- પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 179)
- સંપાદક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
- પ્રકાશક : દીપક મહેતા
- વર્ષ : 2008