રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપાંદડાં કહે છે – અમે ખરીએ છીએ
નવાં માટે જગા કરવાને.
ડાળ કહે છે – ના ના ન ખરશો.
લો, અમે આ ફેલાયાં
તમ સૌને બાથમાં લેવાને.
ફૂલ કહે છે – અમે ઝરીએ છીએ
ધરતીને રંજિત કરવાને.
વાદળાં કહે છે – ના ના ન ઝરશો.
લો, અમે આ વરસ્યાં
માટીને અંકુરિત કરવાને.
અને આપણે?
આદિમાનવની ઓલાદ,
અહંથી ફૂલેલા ફુગ્ગા.
ડાળ-પાનથીયે વામણાં
ને ફૂલ-વાદળથીયે ઊણાં.
અમરત્વના ભ્રમથી
ઊંચા કૂદકા મારીએ છીએ.
સૂરજને આંબવાને.
ફુગ્ગા ભૂલી ગયા છે
કે હવા અને રબરને છૂટા પાડવા માટે
બસ, કાંટાની એક એક અણી જ પૂરતી છે!
pandDan kahe chhe – ame khariye chhiye
nawan mate jaga karwane
Dal kahe chhe – na na na kharsho
lo, ame aa phelayan
tam saune bathman lewane
phool kahe chhe – ame jhariye chhiye
dhartine ranjit karwane
wadlan kahe chhe – na na na jharsho
lo, ame aa warasyan
matine ankurit karwane
ane apne?
adimanawni olad,
ahanthi phulela phugga
Dal panthiye wamnan
ne phool wadalthiye unan
amratwna bhramthi
uncha kudka mariye chhiye
surajne ambwane
phugga bhuli gaya chhe
ke hawa ane rabarne chhuta paDwa mate
bas, kantani ek ek ani ja purti chhe!
pandDan kahe chhe – ame khariye chhiye
nawan mate jaga karwane
Dal kahe chhe – na na na kharsho
lo, ame aa phelayan
tam saune bathman lewane
phool kahe chhe – ame jhariye chhiye
dhartine ranjit karwane
wadlan kahe chhe – na na na jharsho
lo, ame aa warasyan
matine ankurit karwane
ane apne?
adimanawni olad,
ahanthi phulela phugga
Dal panthiye wamnan
ne phool wadalthiye unan
amratwna bhramthi
uncha kudka mariye chhiye
surajne ambwane
phugga bhuli gaya chhe
ke hawa ane rabarne chhuta paDwa mate
bas, kantani ek ek ani ja purti chhe!
સ્રોત
- પુસ્તક : શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ... (પૃષ્ઠ ક્રમાંક 290)
- સંપાદક : ઉષા ઉપાધ્યાય
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2007