chupkidiye chandninun roop lidhun chhe - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચુપકીદીએ ચાંદનીનું રૂપ લીધું છે

chupkidiye chandninun roop lidhun chhe

લાભશંકર ઠાકર લાભશંકર ઠાકર
ચુપકીદીએ ચાંદનીનું રૂપ લીધું છે
લાભશંકર ઠાકર

ચુપકીદીએ

ચાંદનીનું રૂપ લીધું છે

અને મરી ગયેલાં

મનનાં હીબકાં

શિથિલ સ્તનોમાં

એકરૂપ થઈ ગયાં છે.

ઘોડાની પીઠ પરથી

ઉતારી મૂકેલી

જીર્ણ ગાડી જેવું ઝાંખું નગર

તારી આંખોના દ્રાવણમાં

પડી ગયેલા

પતંગિયાના તરફડાટથી

હલબલ્યું.

ઈશ્વરના

વધી ગયેલા નખ જેવા

આરસના દેવળ કને

આપણે ભેટી ગયા.

ચૈત્રની બપોરના મૌનમાં

હાથ નાખી તને મેં

ડૂબતી બચાવી હતી;

પણ અરે!

રાત્રિના તટ પર તરે છે

ફૂલી ગયેલું

ફિક્કું શબ.

ચુપકીદીએ

ચાંદનીનું રૂપ લીધું છે.

સ્રોત

  • પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2005