koi puchhe - Free-verse | RekhtaGujarati

કોઈ પૂછે

કોણ છો?

કેવા છો?

ત્યારે હું કહું

મારો બાપ ચકચકિત છરીથી

મરેલા ઢોરની ખાલ

થોડીક મિનિટોમાં વગે કરી દે

પણ હું?

કલમથી

ક્ષણોને, સમયને

રાતને, દિવસને

સંધ્યાને, આથમણા ઉઘાડને

ઝળહળતા ઉજાસને, આભાસને

કલમથી વેતરી નાખું છું

પૂછો-

સિવાય બીજા કોઈ

ઓળખ

વિશેષ કઈ હોઈ શકે!

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.