રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદિવાળીની રજાઓ માણવા હું દેશ ગઈ હતી. મારાં માને, મારા બાપુને, મારાં કુટુંબીઓને, સ્વજનોને,
પરમ મિત્રોને -સૌને મળી. અરે, મારા બાળપણના ઘરને અને હજીય ફૂલડાં
વેરતાં મારાં વૃક્ષોને મળી. અવર્ણનીય મઝા
આવી ગઈ! હૈયું તરબતર થઈ ગયું.અને આ બધાંમાં મારી પરદેશી નોકરી
સાવ ભુલાઈ ગઈ.
થોડા સમય પછી હું નોકરીએ પાછી આવી છું. કમાલ એવી છે કે અહીં કોઈ મને
ઓળખતું જ નથી!
મારી boss એની એ જ. એનું મન
પુરુષનું છે ને તન સ્ત્રીનું. અતિશય મહત્ત્વાકાંક્ષી, સૌની જેમ મનેય એ મહોરાવાળું સ્મિત
ક્યારેક આપે છે. એને ને મને ઠીક ઠીક
બને છે.
અમારા બન્નેના ઉપરી પણ હજી એ જ છે.એક હાથે મૂછને વળ દેતા અને બીજે
હાથે પાટલૂનના ખીસાનું પરચૂરણ ખખડાવતા
આખા મકાનમાં આંટા મારી સૌને સૌની ‘duty’નો અર્થ સમજાવે છે.
મારી સાથે કામ કરતાં મીડોરી વિલ્મા, નેન્સી,ઇલિઝાબેથ, કેની, જ્હોન, બિલ -સૌ સૌના ડેસ્ક
પર છે.
મને કોઈ ઓળખતું નથી. તદ્દન નવી, અપરિચિત વ્યક્તિ લાગું છું. ક્યારેક કોઈક
મને સ્મિત આપે છે ત્યારે ઘડીભર…ના, ના,એ તો સહજ formality.
હું પૈડાંવાળી ખુરશી ઘસડી મારા ડેસ્ક પાસે બેસું છું. ડેસ્ક પરનાં મારી સામે મીટ માંડતાં પુસ્તકો, બારે માસ
તાજગી આપતો મની-પ્લાન્ટ, ડેસ્કના ડાબા ખાનામાં
સચવાયેલા પત્ર, જમણી બાજુનું ટાઇપરાઇટર અને ડેસ્ક
પર લટકતું (ગઈ એ દિવસની તારીખ બતાવતું) કૅલેન્ડર -સૌ મને પરિચિત આવકાર આપે છે અને બોલી ઊઠે છે: “Oh, we missed you very much.”
diwalini rajao manwa hun desh gai hati maran mane, mara bapune, maran kutumbione, swajnone,
param mitrone saune mali are, mara balapanna gharne ane hajiy phulDan
wertan maran wrikshone mali awarnniy majha
awi gai! haiyun tarabtar thai gayun ane aa badhanman mari pardeshi nokri
saw bhulai gai
thoDa samay pachhi hun nokriye pachhi aawi chhun kamal ewi chhe ke ahin koi mane
olakhatun ja nathi!
mari boss eni e ja enun man
purushanun chhe ne tan strinun atishay mahattwakankshi, sauni jem maney e mahorawalun smit
kyarek aape chhe ene ne mane theek theek
bane chhe
amara bannena upri pan haji e ja chhe ek hathe muchhne wal deta ane bije
hathe patlunna khisanun parchuran khakhDawta
akha makanman aanta mari saune sauni ‘duty’no arth samjawe chhe
mari sathe kaam kartan miDori wilma, nensi,ilijhabeth, keni, jhon, bil sau sauna Desk
par chhe
mane koi olakhatun nathi taddan nawi, aprichit wyakti lagun chhun kyarek koik
mane smit aape chhe tyare ghaDibhar…na, na,e to sahj formality
hun paiDanwali khurshi ghasDi mara Desk pase besun chhun Desk parnan mari same meet manDtan pustako, bare mas
tajagi aapto mani plant, Deskna Daba khanaman
sachwayela patr, jamni bajunun taipraitar ane Desk
par latakatun (gai e diwasni tarikh batawtun) kelenDar sau mane parichit awkar aape chhe ane boli uthe chheh “oh, we missed you wery much ”

સ્રોત
- પુસ્તક : વિદેશિની (પૃષ્ઠ ક્રમાંક 100)
- સર્જક : પન્ના નાયક
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
- વર્ષ : 2000