shana mohe - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શાના મોહે

shana mohe

વર્ષા દાસ વર્ષા દાસ
શાના મોહે
વર્ષા દાસ

વહેલી સવારે

વૃક્ષ પરથી ખરે

એક-એક-એક પારિજાત.

જાણે ત્યજ્યાં!

તમામ વળગણ!

બીજી સવારે ફરી

કેસરી દાંડીએ

મઘમઘતો મોહ!

*

ડાળે બેઠાં પંખી

વહેલી સવારે ઊડે

અનંત આકાશને કાપીને

ધરતીને માપીને

સાંજે પાછાં વળે

કોના મોહે?

*

નામ બોલાયું-ને

મડદાઘરમાંથી

મડદું બહાર લવાયું.

નામ અને શરીરનું

અગ્નિસ્નાન પૂર્વનું

બસ, છેલ્લું ઐક્ય!

સ્રોત

  • પુસ્તક : શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ... (પૃષ્ઠ ક્રમાંક 292)
  • સંપાદક : ઉષા ઉપાધ્યાય
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2007