pakshio uDi awshe - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પક્ષીઓ ઊડી આવશે

pakshio uDi awshe

મહેન્દ્રસિંહ જાડેજા મહેન્દ્રસિંહ જાડેજા
પક્ષીઓ ઊડી આવશે
મહેન્દ્રસિંહ જાડેજા

તમે થોભો

હું મારાં પગલાંઓને કહું

કે ચાલ્યાં આવે

નહિ તો રાતે રસ્તો જડશે નહિ

અને

સમયને મારાં પગલાં ખોવાઈ જવાની

ચિંતા થયા કરશે.

અને જુઓ

ફૂલો કરમાય નહિ

સૂરજને કોઈ ડુંગરાની પાછળ

રહેવાનું કહેજો.

અને કોઈ પંખી આવે તો એને

મારું પેલું ખેતરના ઊભા મોલ જેવું

હરિયાળું ગીત સંભળાવજો.

પતંગિયાં ફૂલો સાથે

વાતો કરવા આવશે

સાંભળજો.

અને

મને આવતાં જો વાર લાગે તો

મારું પેલું

ખેતરના ઊભા મોલ જેવું

હરિયાળું ગીત

તમે ફરીથી ગાજો.

પક્ષીઓ ઊડી આવશે....

સ્રોત

  • પુસ્તક : પક્ષીઓ ઊડી આવશે (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સર્જક : મહેન્દ્રસિંહ જાડેજા
  • પ્રકાશક : હરદેવસિંહ જાડેજા