koi mane atkawi de to? - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોઈ મને અટકાવી દે તો?

koi mane atkawi de to?

પ્રીતિ સેનગુપ્તા પ્રીતિ સેનગુપ્તા
કોઈ મને અટકાવી દે તો?
પ્રીતિ સેનગુપ્તા

તરવાના થાકનો

માછલીને

વિચાર ક્યાંથી હોય?

પંખીને તે વળી

ઊડવાનો કંટાળો?

મને તો ડર છે

કે પૂછ્યા વગર,

વિચાર્યા વગર,

શ્વાસ લેવાનો ભાર લાગતો હશે

એમ માનીને

કોઇ

મને અટકાવી દે તો?

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 400)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004