રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહું ન રહું તો મર ન રહું
પણ ઓ સુંદર જગત, તું જીવતું રહેજે.
દેખાતાં રહેજો સદાય ને જોતા રહેજો એકમેકને
કોટાનકોટી રાતાપીળા રુપેરી ઝળહળતા તારાઓ
અને કોટાનકોટી લીલાં પીળા રતાશ પડતાં મહેકતાં તણખલાંઓ
અને વચ્ચે બેઠેલી કાળી ઘૂંટેલી ભેંશને બરડે બેસી
જૂ-જંતુ વીણી ખાતાં સફેદ જળપંખીઓ.
ખબર છે મને કે જંતુઓ મરી જાય છે, એમાં,
જાડીપાડી જિંદગી નામની ઘેઘૂર કાળી બાઈના ખોળામાં રમતું શામળું ભંભોટિયું છોકરું છે મોત.
મા વિના બચ્ચું ક્યાં?
વળી પાણી ભરેલાં વરસાદી તળાવડાં વચ્ચેના રસ્તે ચાલતી
લાલ રંગની બેસ્ટની ઓ નાનકડી બસ,
ડીઝલની તને ક્યારે પણ ખોટ ન પડજો.
ને કદાચ છેને પડી જ, તાલિબાનો અને નાટોની ગરબડોને કારણે કદાચ...
તો કેમિકલ ઇજનેરોનાં મનમાં કંઈ એવું થજો
કે લાલ રંગની બેસ્ટની બસો પૂનમની રાતે ચાંદનીથી ચાલે,
અષાઢના પહેલા દિવસથી ચોખ્ખા પાણીથી
અને વૈશાખમાં પીળો તડકો પી પીને તગડી થાય, વેગીલી,
એવું કશુંક થજો.
જે થાય તે થજો, પણ થજો.
ઓ સુંદર જગત,
મારાં પોતરાં દોહિત્રાંનાં પોતરાં દોહિત્રાંને એમની રીતે ગમે
એવું વિકસતું રહેજે તું.
આ હું ન રહું તો મર ન રહું.
હું કેટલું બધું જીવ્ચો, પીધી શેટ્ટીની શાહીચૂસ કાગળવાળી ઘટ્ટ લસ્સી
નાનાચોક પાસે, ફોર્ટમાં વિઠ્ઠલની ભેળ, ગિરગામ ચોપાટીએ જઈ પાન ખાધાં,
ભારતીય વિદ્યાભવનનાં પણ, લાલા લજપતનગર કે દિલ્લીવાલે પકૌડે ખાયેં
ઔર ભટૂરે બૅન્ગાલી માર્કેટ કે,
ચિકન – રે’ર બીફ – બિયર બ્લૂમિન્ગટનામાં, લા પારિમાં લે પાઁ-ની લાકડી,
કેલિફોર્નિયન રેસ્ટરાંમાં ઈથિયોપિયન થાળ
કુટુંબ સાથે ચોતરફ બેસીને ખાધો જેમ
આદિલને ઘેર ઢાલગરવાડમાં સહુ સાથે કૂંડાળે વળીને,
સ્વચ્છ સ્વચ્છ હવા પીધી દોસ્તો સાથે ડેલહાઉઝીમાં...
મારા ન હોવાનો કોઈ ભે નથી રહ્યો હવે.
મારા ન હોવાની ફિકર જ નથી હવે, કેમ કે નારીએ
જાળવી લીધાં છે મારાં જનીન પોતાનામાં કરી એકાકાર.
સમજણની પેલે પારના એક અદમ્ય સહિયારા આવેગથી.
જોકે અમને તો જ્ઞાન નહોતું જેનેટિકસનું.
જનીનમાં ભળ્યું જનીન અને જન્મ લઈ લીધો અમે ક્યારનો,
હવે, અમારાથી જુદો, અમારી પહોંચની બહાર.
બુકાની બાંધેલા કાઠિયાવાડી બહારવટિયાએ ગામ ભાંગ્યું હોય ને
હારબંધ ઊભા રાખ્યા હોય એક પાછળ એક પંદર વીસને
ને પોતાની બે જોટાળી તાકી, એમાંની એક ગોળી કેટલાઓની છાતી
સોંસરવી જઈ શકે છે જોવા એક કરે બાર જેવો.
એમ કોણ આ જનીનનો બાર કરે છે સોંસરવો
વડવાઓ અને વંશજોને હારબંધ ખડા કરીને
એવો સવાલ થાય છે ક્યારનો મને
અડધો સમજાતો અડધો ન સમજાતો.
કદાચ એથી જ આજે અંદરથી થાય છે કે
હું ન રહું તો મર ન રહું હવે
પણ જીવતું રહેજે તું તો હંમેશો
લાલ રંગની,
પૂનમની રાતે ચાંદનીથી ચાલતી
અષાઢ આખ્ખો ચોખ્ખાં પાણીથી
વૈશાખનો તડકો પી પી તગડી થતી
બેસ્ટની બસના છેલ્લા સ્ટોપથી પાંચ ડગલાં આગળ જઈએ
ત્યાં જેનું ઘર હોય એવી મારી પોતરીના પોતરાની પોતરીના પોતરાના ઘરની
પડખે રહેતા એક મળતાવડા અને ભલા પડોશીના કુટુંબને આંગણે કશુંક
વાગોળતી બેઠી હોય એવી ઘૂંટેલા કાળા રંગની કોક ભેંસ બનીને –
તું વાગોળતું રહેજે, દૂધ બનાવતું રહેજે, ઓ સુંદર જગત.
(સમા. વડોદરા, ઓગસ્ટ, ૨૦૨૧)
hun na rahun to mar na rahun
pan o sundar jagat, tun jiwatun raheje
dekhatan rahejo saday ne jota rahejo ekmekne
kotankoti ratapila ruperi jhalahalta tarao
ane kotankoti lilan pila ratash paDtan mahektan tanakhlano
ane wachche betheli kali ghunteli bhenshne barDe besi
ju jantu wini khatan saphed jalpankhio
khabar chhe mane ke jantuo mari jay chhe, eman,
jaDipaDi jindgi namni gheghur kali baina kholaman ramatun shamalun bhambhotiyun chhokarun chhe mot
ma wina bachchun kyan?
wali pani bharelan warsadi talawDan wachchena raste chalti
lal rangni bestni o nanakDi bas,
Dijhalni tane kyare pan khot na paDjo
ne kadach chhene paDi ja, talibano ane natoni garabDone karne kadach
to kemikal ijneronan manman kani ewun thajo
ke lal rangni bestni baso punamni rate chandnithi chale,
ashaDhna pahela diwasthi chokhkha panithi
ane waishakhman pilo taDko pi pine tagDi thay, wegili,
ewun kashunk thajo
je thay te thajo, pan thajo
o sundar jagat,
maran potran dohitrannan potran dohitranne emni rite game
ewun wikasatun raheje tun
a hun na rahun to mar na rahun
hun ketalun badhun jiwcho, pidhi shettini shahichus kagalwali ghatt lassi
nanachok pase, phortman withthalni bhel, girgam chopatiye jai pan khadhan,
bharatiy widyabhawannan pan, lala lajapatangar ke dilliwale pakauDe khayen
aur bhature bengali market ke,
chikan – re’ra beeph – biyar blumingatnaman, la pariman le pan ni lakDi,
keliphorniyan restranman ithiyopiyan thaal
kutumb sathe chotraph besine khadho jem
adilne gher DhalagarwaDman sahu sathe kunDale waline,
swachchh swachchh hawa pidhi dosto sathe Delhaujhiman
mara na howano koi bhae nathi rahyo hwe
mara na howani phikar ja nathi hwe, kem ke nariye
jalwi lidhan chhe maran janin potanaman kari ekakar
samajanni pele parana ek adamya sahiyara awegthi
joke amne to gyan nahotun jenetikasanun
janinman bhalyun janin ane janm lai lidho ame kyarno,
hwe, amarathi judo, amari pahonchni bahar
bukani bandhela kathiyawaDi baharawatiyaye gam bhangyun hoy ne
harbandh ubha rakhya hoy ek pachhal ek pandar wisne
ne potani be jotali taki, emanni ek goli ketlaoni chhati
sonsarwi jai shake chhe jowa ek kare bar jewo
em kon aa janinno bar kare chhe sonsarwo
waDwao ane wanshjone harbandh khaDa karine
ewo sawal thay chhe kyarno mane
aDdho samjato aDdho na samjato
kadach ethi ja aaje andarthi thay chhe ke
hun na rahun to mar na rahun hwe
pan jiwatun raheje tun to hanmesho
lal rangni,
punamni rate chandnithi chalti
ashaDh akhkho chokhkhan panithi
waishakhno taDko pi pi tagDi thati
bestni basna chhella stopthi panch Daglan aagal jaiye
tyan jenun ghar hoy ewi mari potrina potrani potrina potrana gharni
paDkhe raheta ek maltawDa ane bhala paDoshina kutumbne angne kashunk
wagolti bethi hoy ewi ghuntela kala rangni kok bhens banine –
tun wagolatun raheje, doodh banawatun raheje, o sundar jagat
(sama waDodra, ogast, 2021)

સ્રોત
- પુસ્તક : એતદ્ 2021 (ઑક્ટોબર- ડિસેમ્બર) (પૃષ્ઠ ક્રમાંક 4)
- સંપાદક : કમલ વોરા– કિરીટ દૂધાત
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર