રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક પંખીને કંઈક કહેવું હતું,
માનવીની પાસે આવતાં ખમચાતું હતું;
ઊડી ગયું દૂર, ટેકરી પર, ઊંચા વૃક્ષની ટંગડાળે,
આગળપાછળ જોયા વિના, ભૂખ-થાક-વિરહ-ઓથાર નીચે
કંઈક બબડી નાખ્યું એણે. સરતી સરિતાએ
સાંભળી લીધું, ‘હું એને પહોંચાડી દઈશ, રસ્તે
મળી જશે કદાચને!' ગબડતી, મેદાનોમાં રસળતી,
લોથપોથ સમંદરમાં ઢબૂરાઈ ગઈ બુદ્ બુદરવે કંઈક
કહેવા કરતી. ‘કાંઈ નહિં, દુનિયાના ચોગમ કિનારાઓ પર
પહોંચાડીશ.' - કહેતોક સમુદ્ર ઊપડ્યો,
દિનરાત અનવરત ખડકો પર મસ્તક અફાળતાં
સંદેશાના મૂળાક્ષર પણ ભૂલી બેઠો.
એક પખીને કઈક કહેવું હતું...
ek pankhine kanik kahewun hatun,
manwini pase awtan khamchatun hatun;
uDi gayun door, tekari par, uncha wrikshni tangDale,
agalpachhal joya wina, bhookh thak wirah othaar niche
kanik babDi nakhyun ene sarti saritaye
sambhli lidhun, ‘hun ene pahonchaDi daish, raste
mali jashe kadachne! gabaDti, medanoman rasalti,
lothpoth samandarman Dhaburai gai bud budarwe kanik
kahewa karti ‘kani nahin, duniyana chogam kinarao par
pahonchaDish kahetok samudr upaDyo,
dinrat anawrat khaDko par mastak aphaltan
sandeshana mulakshar pan bhuli betho
ek pakhine kaik kahewun hatun

સ્રોત
- પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 13)
- સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
- પ્રકાશક : સાહિત્ય અકાદમી
- વર્ષ : 1989