be wriksh kawyo - Free-verse | RekhtaGujarati

બે વૃક્ષ-કાવ્યો

be wriksh kawyo

પ્રભુ પહાડપુરી પ્રભુ પહાડપુરી
બે વૃક્ષ-કાવ્યો
પ્રભુ પહાડપુરી

એક

હા,

એને પણ

પોતાનો સાથ છોડી

ઊડી જતા પક્ષીને નિહાળી

દુઃખ થયું હશે!

કિન્તુ

પક્ષીના માળાને

વેરવિખેર કરી નાખવાનો વિચાર

વૃક્ષને ક્યારેય આવ્યો નથી.

કદાચ

તેથી

સૂર્યાસ્ત પહેલાં કિલ્લોલ કરતાં

વૃક્ષ ભણી પાછાં ફરે છે

પખીઓ

બે

વૃક્ષ જેમ જેમ ઊંચે વધે છે

તેમ તેમ

આકાશને નીચે ઊતરતું મેં જોયું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 1991 (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1992