smriti - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખાંડના ગાંગડા પર પડેલ પાણીના ટીપાની ઘટ્ટતામાં

મીઠાશ પી પીને મરી ગઈ એક કીડી.

જોઈ

મારા મગજની પછવાડે ભરાઈ બેઠેલી

અધકાચી સીમ મારી હથેળીમાં ઊતરી આવી :

આંગળે આંગળે ઊગ્યા આંબા,

પગદંડીઓ પથરાઈ પાંચ દિશામાં.

આંખમાંથી એક પાતળું, મોળું ટીપું નીચે પડ્યું

એને મેં ટાંકણીથી કોચી જોયું.

કીડીઓ કીકીમાં કંટાળીનેય બેસી રહી.

સ્રોત

  • પુસ્તક : અથવા અને (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સર્જક : ગુલામમોહમ્મદ શેખ
  • પ્રકાશક : સંવાદ પ્રકાશન અને ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 2013