રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોશું હશે પથ્થરો તળે? હીરા, શું હશે
પથ્થરો તળે? પાણી. પાણી? — હશે પથ્થરો તળે.
ક્યાં? હશે પથ્થરો તળે.
હશે?
શું હશે પથ્થરો તળે? લાવા. હીરા હશે હીરા પથ્થરો તળે પાણી.
સિંદૂરિયા લેપ કર્યા અને રેડ્યું તેલ. ના? ઝરિયાના
પહેરાવ્યા અને ઘીનાં કમળ. તો? ગર્ભાગારમાં સ્થાપ્યું
રૂઢિચુસ્ત લિંગ અને સતત ઠંડા પાણીની ધાર.
હવે? શું થશે? હશે હવે પથ્થરો તળે. હશે કે? હશે હવે.
પથ્થરો ફંગોળ્યા છે ન સમજાતા આકાશમાં. તો?
ક્યાંક ચાર પગ અને તીર, ક્યાંક સાત માણસો
અને સ્ત્રી, ક્યાંક પારધી, ક્યાંક એકમેકને
તાકતાં પણ હરફ ના બોલતાં ચંદ્રનું અને
તારાનું હરણ, પોતપોતાના રાહુ અને પારધીના
ખ્યાલમાં ખોવાયલાં.
ક્યાંક આ ક્યારેય સ્થિર ન રહી તોતિંગમાં ધ્રુવ.
જાઓ જાઓ.
ના સમજાતા આકાશમાં ના સમજાતા પથ્થરો
ફંગોળ્યા અણસમજુએ.
ના સમજાતા પથ્થરોને નામ આપ્યાં ને પથ્થરો
પર તેજ ને પથ્થરો પર જીવન ને પથ્થરો પર પાણી.
ખળખળખળ—શું હશે પથ્થરો તળે? પથ્થરોમાં
શું હશે? શું હશે પથ્થરો?
shun hashe paththro tale? hira, shun hashe
paththro tale? pani pani? — hashe paththro tale
kyan? hashe paththro tale
hashe?
shun hashe paththro tale? lawa hira hashe hira paththro tale pani
sinduriya lep karya ane reDyun tel na? jhariyana
paherawya ane ghinan kamal to? garbhagarman sthapyun
ruDhichust ling ane satat thanDa panini dhaar
hwe? shun thashe? hashe hwe paththro tale hashe ke? hashe hwe
paththro phangolya chhe na samjata akashman to?
kyank chaar pag ane teer, kyank sat manso
ane stri, kyank paradhi, kyank ekmekne
taktan pan haraph na boltan chandranun ane
taranun haran, potpotana rahu ane pardhina
khyalman khowaylan
kyank aa kyarey sthir na rahi totingman dhruw
jao jao
na samjata akashman na samjata paththro
phangolya anasamajue
na samjata paththrone nam apyan ne paththro
par tej ne paththro par jiwan ne paththro par pani
khalakhalkhal—shun hashe paththro tale? paththroman
shun hashe? shun hashe paththro?

સ્રોત
- પુસ્તક : ઓડિસ્યુસનું હલેસું (પૃષ્ઠ ક્રમાંક 29)
- સર્જક : સિતાંશુ યશશ્ચંદ્ર
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2009
- આવૃત્તિ : 2