kawita kar - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વહેલી ઊઠ

દૂધ લાવ

ચા કર

નાસ્તા ભર

દફ્તર ભર

માથું ઓળ

મોજાં શોધ

બૂટ પૉલિશ કર

નાહ ધો

પૂજા કર

શાક લાવ

કૂકર ચડાવ

રોટલી કર

બા જમાડ

દાદાનું કર

દવાદારૂ કર

કપડાં સૂક્વ

ધોબી બોલાવ

કપડાં ગણ

ગડી કર

સાફસૂફી કર

ઘર સજાવ

બઁકે જા

પૈસા ઉપાડ

હિસાબ કર

બચત કર

બિલો ભર

લેસન કર

શાક સુધાર

દીવા કર

વાળુ કર

ઢાંકોઢુંબો કર

વહેવાર કર

કૂપન મૂક

હાલરડાં ગા

ક્રીડા કર

શરમ કર

ધરમ કર

મૂંગી મર

લાઈટ બંધ કર

પંખો ધીમો કર

રજાઈ ઓઢાડ

પાણી પા

સૂઈ જા

ખાઈ-પીને મોજ કર.

સ્રોત

  • પુસ્તક : ળળળ... (પૃષ્ઠ ક્રમાંક 38)
  • સર્જક : પ્રતિષ્ઠા પંડ્યા
  • પ્રકાશક : નવજીવન સાંપ્રત
  • વર્ષ : 2019