jhilo jalni dhara - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઝીલો જળની ધારા

jhilo jalni dhara

હરિકૃષ્ણ પાઠક હરિકૃષ્ણ પાઠક
ઝીલો જળની ધારા
હરિકૃષ્ણ પાઠક

ઝીલો જળની ધારા;

આજ છલ્યો દરિયો આકાશી તોડી સઘળા આરા,

ઝીલો ઝળની ધારા.

જળની રેલમછેલ મચી છે, જળની ઝીંકાઝીંક;

જળનો સાંઢ ચડ્યો તોફાને જોજો, લાગે ઢીંક!

પડ્યો નગારે ઘાવ, કાળના દ્હાડા ગયા અકારા;

ઝીલો જળની ધારા.

પડી તિરાડો પળમાં દેતા જળના રેલા સાંઘી,

સચરાચર કોળ્યું, જે બેઠું જીવ પડીકે બાંધી!

જળહળતું નભ જળથી, નીચે જળના ભર્યા ઝગારા!

ઝીલો જળની ધારા.

સ્રોત

  • પુસ્તક : જળના પડઘા (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સર્જક : હરિકૃષ્ણ પાઠક
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 1995