he mara sahdharmkarmchario - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હે મારા સહધર્મકર્મચારીઓ

he mara sahdharmkarmchario

સરુપ ધ્રુવ સરુપ ધ્રુવ
હે મારા સહધર્મકર્મચારીઓ
સરુપ ધ્રુવ

આપણે...

એક્કકો ટાપુ બનાવીને બેસી ગયા છીએ.

જુઓને,

તો મને આવડે–કરીને!

કક્કોબારાખડીની જીગસો પઝલ

હાથમાંથી સરકી સરકીને

ક્યારે રેતી, માટી, કંકર, પથ્થર બની ગઈ એનીયે સરત ના રહી!

પેલે ખૂણે ઊગી ગયા આઠવીસું આંબા

અને સામે ખૂણે જુઓ તો

અડીખમ ડુંગર...

ઢળકતા ઢાળ ઉપર

ધરોની જેમ ફૂટી નીકળ્યાં ઘર

અને પછી તો અડાબીડ ભીંતો

અને ઉપર છત-છાપરાં...

તમારો,

ને મારો ખૂણો!

જો થઈ છે!

આમ માંડીને વાત કરવાનો

એકેકો તરાપોય તૈયાર ચે આપણી પાસે.

તો ઠીક છે કે હાલે ત્યાં સુધી તો કે’ હલામણ જેઠવો!

પણ કરે...ને કૈંક થાય ને ટાપુ

તડકે તપવા આડો પડેલો મગરમચ્છ નીકળી પડે તો?!

પળવારમાં પાણીમાં ડૂબકી

અને ક્વચિત્ ઊછળતો કુવારો...

હું-તમે-એ-તે-બધાંય તે...

સ્રોત

  • પુસ્તક : મારા હાથની વાત (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સર્જક : સરૂપ ધ્રુવ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1982