pan rahyan asprishya - Free-verse | RekhtaGujarati

...પણ રહ્યાં અસ્પૃશ્ય

pan rahyan asprishya

અવંતિ દવે અવંતિ દવે
...પણ રહ્યાં અસ્પૃશ્ય
અવંતિ દવે

તમે સવર્ણ ને હું શૂદ્ર

આપણી વચ્ચેનો સંબંધ

એટલે વાસ!

એક નાક ને એક ગંધ

પણ હોય અસ્પૃશ્ય!

તમે સવર્ણ ને હું શૂદ્ર

આપણી વચ્ચેનો સંબંઘ

એટલે અન્ન!

એક જીભ ને એક સ્વાદ

પણ રહ્યાં અસ્પૃશ્ય!

તમે સવર્ણ ને હું શૂદ્ર

આપણી વચ્ચેનો સંબંઘ

એટલે ઇતિહાસ!

એક પોથી ને એક પાન

પણ રહ્યાં અસ્પૃશ્ય!

તમે સવર્ણ અને હું શૂદ્ર

આપણી વચ્ચેનો સંબોધ

એટલે શબ્દ!

એક પંક્તિ ને એક લય

પણ રહ્યાં અસ્પૃશ્ય!

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 132)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન
  • વર્ષ : 1981