olakh - Free-verse | RekhtaGujarati

અહીં

મારી ઓળખ

તે લોકો પાસે છે

છતાં પણ

અજાણતાં પૂછે છે

કોઈ મને:

તમે કોણ છો?

હું કહું છું,

માથું શંબુક છે.

હાથ એકલવ્ય છે,

હૃદય કબીર છે,

હું સત્યકામ જાબાલી છું.

છતાં પણ

પગ હજીય શુદ્ર છે.

પણ,

આજે હું એક માણસ છું

તે શું ઓછું છે!?

અને તમે–?

સ્રોત

  • પુસ્તક : દલિત કાવ્ય સૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 209)
  • સંપાદક : મોહન પરમાર
  • પ્રકાશક : પાશ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2016