Nindra - Free-verse | RekhtaGujarati

માતાના ગર્ભાશયમાં, તેની હૂંફાળી છાતીમાં

ઘોડિયામાં

કિચૂડાતા પારણામાં

પિતાની બાથમાં

ઘાસની સાદડી પર

નેતરના ગૂંથેલા ખાટલામાં

વિજાતીય ઇન્દ્રિયજન્ય આનંદમાં

બાળકના સ્પર્શમાં

મખમલના ગાલીચા પર

ઘાસની સાદડી પર

ઉઘાડી ધરતી પર

ચાર

માણસોએ

ઊંચે ખભા પર પકડેલી

લીલા વાંસની નનામી પર

સ્મશાનના છાણ લીંપેલા સુક્કા ઓટલા પર

મુક્તિ આપતા અગ્નિમાં

ફૂટની ધરતીમાં

સ્વર્ગીય ભૂમિમાં

(અનુ. જયા મહેતા)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 145)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ