nawi uDan - Free-verse | RekhtaGujarati

નવી ઉડાન

nawi uDan

અરવિંદ વેગડા અરવિંદ વેગડા

પાંખો કાપી લીધા પછી

તમે

આપો છો આભ,

ઊડવા.

પગ કાપી લીધા પછી

તમે આપો છો ધરા

ભમવા.

તમારી આ ધ્રુમાચ્છાદિત સંસ્કૃતિથી

ટોચાયેલી

અમારી વેરણછેરણ નસોમાં

થીજી ગયેલું

એક એક ટીપું રક્તનું

હવે

ધગધગતો લાવા પહેરી

ઊડી શકે છે,

પાંખો વગર

પગ વગર

સ્રોત

  • પુસ્તક : પગેરું (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : અરવિંદ વેગડા