nawi wasahat - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નવી વસાહત

nawi wasahat

રમણીક અગ્રાવત રમણીક અગ્રાવત
નવી વસાહત
રમણીક અગ્રાવત

રેલ-લાઈન પાસેની ખુલ્લી જગ્યામાં

રાતોરાત ઊગી નીકળ્યા નાગાપૂગાં ઝૂંપડાં નવાં

પાટિયાં પતરાં કંતાનનો લીલાઘન વિસ્તાર

હજી ક્યાંક ક્યાંક ખીલી હથોડીનો ટકટકાર

ઝીણી નક્શીમાં ગોઠવાઈ ગયાં નવાં ઘુમાડિયાં

સુધરાઈની પાઈપો નવું નવું દૂઝી

નીકોએ કર્યો વહેતો નવો ખળભળાટ

ભૂમિએ શરૂ કર્યું ઝમવાનું

નીકોની ધારે ધારે ઓળખ્યા રસ્તા

ખુદ અલ્લામિયાંએ

ત્રણ પૈડાંની રેંકડીને ચોથો પાયો ઈંટોનો બેઠો

ઊગી બીડી બાકસની દુકાન

કરાંજિયા ફેરિયાઓએ ખોળી કાઢ્યો નવો મુકામ

પરસેવાની જૂની વાસમાં ઘૂંટાયો

નવો ધુમાડો નવો કોલાહલ.

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (1950-2010) (પૃષ્ઠ ક્રમાંક 162)
  • સંપાદક : કમલ વોરા, પ્રવીણ પંડ્યા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2017