naamaabar kabuutaro - Free-verse | RekhtaGujarati

નામાબર કબૂતરો

naamaabar kabuutaro

અહમદ ફરાઝ અહમદ ફરાઝ
નામાબર કબૂતરો
અહમદ ફરાઝ

લોહી

મારા શહેરની શેરીઓને રાતા રંગે રંગનારું,

- અને અહીં વસતા લોકોના પોષાકને -

તો લઈ આવશે

આવતી કાલના આફતાબને અને અલગ મોસમોને.

આપે તો સેન્સર કરી દીધી

ટટાર કાળા ટાઇપોની હેડ લાઇન.

મુશ્કેટાટ બાંધી જુબાન,

કેદ કરી કલમ.

પણ કરો કોશિશ તો રોકવાની વાયરાઓને

જાય છે સડસડાટ

સાંકડી શેરીઓ

પહોળાં બજારો

અને ઊંચી શાહરાહો પર થતીક

ને લઈ જાય છે પોતાને ખભે લઈને

આપનાં કતલખાનાંઓનો રાતો રંગ

તાજા રેલાયેલા લોહીની ખુશ્બૂ,

નાદાન માલિકો!

જો કબૂતરોને પાંજરે પૂરશો

તો ખબરો લઈ જશે વાયરા.

(અનુ. સિતાંશુ યશશ્ચંદ્ર)

સ્રોત

  • પુસ્તક : संगच्छध्वम् (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સંપાદક : સિતાંશુ યશશ્ચંદ્ર
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
  • વર્ષ : 2023