ના, કશ્શામાં હું અડધું નહીં લઉં!
Na, Kashshama Hu Adadhu Nahi Lau
યવજેની યેવટુશેન્કો
Yevgeny Yevtushenko
ના, કશ્શામાં હું અડધું નહીં લઉં!
Na, Kashshama Hu Adadhu Nahi Lau
યવજેની યેવટુશેન્કો
Yevgeny Yevtushenko
યવજેની યેવટુશેન્કો
Yevgeny Yevtushenko
ના, કશ્શામાં હું અડધું નહીં લઉં!
આખેઆખું આભ દો મને! દૂર-સુદૂર ફેલાયેલી ધરતી!
સમંદરો ને સરિતાઓ ને હિમપ્રપાતો ઊંચા પર્વતોના-
સુવાંગ મારું છે એ બધું! ઓછું હું નહીં સ્વીકારું!
ના, જિંદગી, એકાદા ટુકડાથી મને રીઝવી નહીં શકે તું.
બધ્ધું જ યા જરાય નહીં! ઉઠાવી લઈશ હું એ બોજો!
નહીં જોઈએ અડધુંપડધું સુખ મારે,
ને અડધુંક દુઃખ પણ નહીં.
તોય અડધું જ ચાલશે એક ઓશિકું,
જેના પર એક ગાલ સાથે દબાયેલી છે મૃદુતાથી
વિવશ તારલા જેમ, ખરતા તારલિયાની જેમ
ચમકતી, તારા હાથની આંગળી પરની એક વીંટી.
(અનુ. નંદિતા મુનિ)
સ્રોત
- પુસ્તક : અનુવાદક તરફથી મળેલી કૃતિ
