mumbi - Free-verse | RekhtaGujarati

તમે એમ માનો છો કે

પથ્થરબાજી કરવા તલપાપડ ઊભેલા

ટોળાના હાથમાં પથ્થર છે?

ના ર્રે ના,

તો શાપિત અહલ્યા છે.

તમે એમ માનો છો કે

ચર્ચગેટથી વિરાર જતી

ફાસ્ટ લોકલમાં

લટકનારાઓ માણસ તરીકે ઓળખાય છે?

ના ર્રે ના,

તો ટ્રાન્સફરેબલ ગુડ્ઝ છે.

જો તમે એમ માનતા હો

કે હું માનું છું તો માનો.

પણ તમને ખબર છે?

એક દિવસ આપણે બધાં

શહેરના કબ્રસ્તાનમાં ઊભાં ઊભાં

સવાલ પૂછીશું

“આ લાશને દાટવી છે

બોલો, સ્કવેરફીટના શું ભાવ છે?”

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 110)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989