રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘરમાં, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.
રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે.
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે.
અને હું એના મૃતદેહ પરથી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.
રોજ રાત્રે યમરાજ આવે છે.
પેલા કાળમુખા પાડા પર બેસીને.
કરગરે છે, એને લઈ જવા માટે.
પણ હું એને રજા નથી આપતી.
han, han, e manas jiwe chhe haji, ena gharman, sukhethi
pan mari gayo chhe e mara mate
ane etle ja hun roj ena nawa nawa
mrityuni kalpana karun chhun
rasta par chalta traknan paiDan ena par phari wale chhe
ane hun bajuman shant rahdarini jem pasar thati houn chhun
to kyarek eni lash relwena pata wachche mali aawe chhe
ane hun ena mritdeh parthi pasar thati trenman
musaphri karti houn chhun
kyarek hun mari saDina palawne ganth marti houn chhun
ane ena galaman phanso hoy chhe
hun mandirman diwa pragtawti houn chhun
ane enun akhun sharir salagatun hoy chhe
kyarek e koi gojhari wawana taliye paDyo hoy
ane hun e wawmanthi pani bharti houn chhun
roj ratre yamraj aawe chhe
pela kalamukha paDa par besine
karagre chhe, ene lai jawa mate
pan hun ene raja nathi aapti

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 406)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004