mrityu ha madhrate - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મૃત્યુ : મધરાતે

mrityu ha madhrate

અજિત ઠાકોર અજિત ઠાકોર
મૃત્યુ : મધરાતે
અજિત ઠાકોર

એક ડોશી

રાતે અઢીક વાગ્યે

હાથમાં ઝાંખું ફાનસ લઈ

ફળીમાંથી થાય છે પસાર.

એના જીંથરવીંથર (ઊડતા) વાળ સમારવા

જે ઘર સામે

મૂકે ફાનસ

સવારે

તે ઘરમાંથી ઓછું થાય એક ‘માણસ’.

સાંભળ્યું છે :

એને ઝાંપો ઠેકતી જોતાં

ગામ આખાનાં કૂતરાં રડી ઊઠે છે...

હું જાગી ગયો છું....

મારા પલંગ તળેથી ઊભરાતો

અંધકાર

કદાચ એક ઝાંખા ઝાંખા ફાનસમાં

પલટાઈ રહ્યો છે.....

હું ચાદર ખેંચું છું

ફળીનો વાંસો પોલો જણાય....

સૂસવાતો લાગે...

પાંપણના એક વાળ પર ધ્રૂજતો ઊભો છું

ઘૂઘવે છે ફેનિલ દરિયો

પાંપણો પાછળ

તરે છે દૂ.....ર

એક ઝાંખું ઝાંખું ફાનસ....

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 370)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004