રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકક્કાજીને કાજે કવિતા નથી આ.
ને બહેરી બારાખડી માટેની બોલી નથી આ.
છંદની છ હજાર વર્ષ જૂની ચાલથી
ઓગણીસો ચુમ્મોતેરને કેમ ચલાવવો?
ગદર્ભો તો હજુયે ગોવર્ધનરામના ગોદામમાંથી ગદ્ય લાવીને
ગાંધી રોડ પર ફરે છે પાઘડી ને ખેસ નાખીને,
પણથી તેથી ટ્રાફિક જામ થવાના
ઘેરા પ્રશ્નો સર્જાયા છે આજકાલ!
મીંચેલી આંખે
ઈસવી સન પૂર્વે જોયેલા એક સૂરજને યાદ કરી
આજના સૂર્યોદય
કાપડની મિલન ભૂંગળાં
ગાયત્રીને બદલે વ્હીસલ સંભળાવે છે
તેથી બેચેન છે બાવન કુલ ભદ્રંભદ્રનાં
તેઓ તો ઇચ્છે છેઃ
આ ભાષાને ચેાળી ચણિયો ને પાટલીનો ઘેર સજીને
વટસાવિત્રીનું વ્રત કરતી
ને સુકાઈ ગયેલા વડની ચોફેર દિનરાત સૂતરના આંટા
મારતી જોવાને
પણ ભાષાને ભેટી ગયો કોક અલગારી!
કંઈક એવું ઘુસાડયું બખડજંતર એના દિમાગમાં,
કે
એક સવારે
ભાષા
શુદ્ધ બ્રાહ્મણિયા રસોઈ જમવાનો આગ્રહ છોડી
ચાલવા માંડી અમારી સાથે – અમારા રોજના જીવવાના માર્ગે.
ભાષા હવે અમારી જેમ ખાય છે, પીએ છે ને હરેફરે છે!
kakkajine kaje kawita nathi aa
ne baheri barakhDi mateni boli nathi aa
chhandni chh hajar warsh juni chalthi
ogniso chummoterne kem chalawwo?
gadarbho to hajuye gowardhanramna godammanthi gadya lawine
gandhi roD par phare chhe paghDi ne khes nakhine,
panthi tethi traphik jam thawana
ghera prashno sarjaya chhe ajkal!
mincheli ankhe
iswi san purwe joyela ek surajne yaad kari
ajna suryoday
kapaDni milan bhunglan
gayatrine badle whisal sambhlawe chhe
tethi bechen chhe bawan kul bhadrambhadrnan
teo to ichchhe chhe
a bhashane cheali chaniyo ne patlino gher sajine
watsawitrinun wart karti
ne sukai gayela waDni chopher dinrat sutarna aanta
marti jowane
pan bhashane bheti gayo kok algari!
kanik ewun ghusaDayun bakhaDjantar ena dimagman,
ke
ek saware
bhasha
shuddh brahmaniya rasoi jamwano agrah chhoDi
chalwa manDi amari sathe – amara rojna jiwwana marge
bhasha hwe amari jem khay chhe, piye chhe ne harephre chhe!

સ્રોત
- પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 89)
- સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1989