રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
હું તારી ઋણી નથી
hun tari runi nathi
લતા હિરાણી
Lata Hirani
હું તારી ઋણી નથી
પત્રથી મિલન સુધી પાંગરેલી ક્ષણોને સભર બનાવવા માટે
હું તારી ઋણી નથી
મારી ઊર્મિલતાને તારા ખોબામાં ઝીલી લેવા માટે
હું તારી જરાય ઋણી નથી
મને હંમેશા ક્ષિતિજ બતાવવા માટે
હું તારી સ્હેજ પણ ઋણી નથી
મને ભરચક પ્રેમ આપવા માટે
પણ હવે કદાચ છું
હા, પૂરેપૂરી ઋણી છું
એકલાં કેમ જીવાય એ શીખવવા માટે.
સ્રોત
- પુસ્તક : ઝળઝળિયાં (પૃષ્ઠ ક્રમાંક 1)
- સર્જક : લતા હિરાણી
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
- વર્ષ : 2015