મેરી હવે ઈસુને પૂછે છે
merii have iisune puuchhe chhe
જોસેફ બ્રોડ્સ્કી
Joseph Brodsky

મેરી હવે ઈસુને પૂછે છે :
‘તું મારો પુત્ર છે? – કે પ્રભુ?
તું ક્રોસ પર જડાઈ ગયો છે.
ક્યાં છે મારો ઘર તરફ જતો માર્ગ?
મારી આંખો કેમ મીંચું હું,
અનિશ્ચિત ને ભયભીત
તું મૃત્યું પામ્યો છે? – કે જીવે છે?
તું મારો પુત્ર છે? – કે પ્રભુ?
ઈસુ જવાબમાં કહે છે :
‘મરેલો કે જીવતો,
બાઈ, બધું સરખું જ છે –
પુત્ર કે પ્રભુ, હું તારો છું.’
(અનુ. મહેશ વિશ્વનાથ)



સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ, ૧૯૭૯ (પૃષ્ઠ ક્રમાંક 13)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ