મેં ઘણી વાર રટણા કર્યા કરી છે
Me Ghani Var Ratanaa Karya Kari Chhe
ધીરુ મોદી
Dhiru Modi
ધીરુ મોદી
Dhiru Modi
મેં ઘણી વાર રટણા કર્યા કરી છે :
એષણા હોય તો મને ચંદ્રની છે,
ચંદ્રકની નહિ.
છતાં સમારંભ ટાળી તો ન જ શક્યો.
ગયો!
પાછા વળ્યો ત્યારે
પશ્ચિમ આકાશમાં ઢળવા માંડેલી ચંદ્રરેખા
ઊલટભેર અભિનંદન આપવા દોડી આવી.
અને મને
એક જબ્બર ઠોકર લાગી.
થયું –
– મારી એકાદ કળા ઓછી તો નથી થઈ ગઈને!
સ્રોત
- પુસ્તક : કવિતા : ફેબ્રુઆરી 1985 (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
