Me Ek Kavya Dal Par Tingadyu Chhe - Free-verse | RekhtaGujarati

મેં એક કાવ્ય ડાળ પર ટિંગાડ્યું છે

Me Ek Kavya Dal Par Tingadyu Chhe

યવજેની યેવટુશેન્કો યવજેની યેવટુશેન્કો
મેં એક કાવ્ય ડાળ પર ટિંગાડ્યું છે
યવજેની યેવટુશેન્કો

મેં ટિંગાડ્યું છે એક કાવ્ય

ડાળી પર.

ઝપાટા,

પવનનો સામનો કરતું.

“તેને ઉતારી લે,

મશ્કરી કર”,

તું દલીલ કરે છે.

લોકો પસાર થાય છે.

આશ્ચર્યથી ટીકીટીકીને જુએ છે.

અહીં ઝાડ છે

ઝુલાવતું

કાવ્યને.

હવે દલીલ કર.

આપણે તો આગળ ને આગળ જવાનું છે.

“તને તો તે યાદ નથી!”...

“તે સાચું છે,

પણ હું તારે માટે તાજી કવિતા લખીશ કાલે.”

આવી નહીં જેવી બાબતમાં બેચેન થઈ જવું બરાબર નથી!

કવિતા ડાળી માટે કંઈ બહુ વજનદાર નથી.

તું કહેશે તેટલાં કાવ્યો હું લખીશ,

જેટલાં વૃક્ષો છે

તેટલાં કાવ્યો લખીશ!

આપણા બન્નેનું ભવિષ્યમાં કેમ ચાલશે?

કદાચ, આપણે જલદીથી શું ભૂલી જઈશું?

ના,

જો આપણને રસ્તે મુશ્કેલી નડશે,

આપણે યાદ કરીશું

કે ક્યાંક,

આપણે પ્રકાશમાં નાહેલાં,

એક વૃક્ષ

ઝુલાવે છે

એક કાવ્ય,

અને હસતાં હસતાં આપણે કહીશું :

“આપણે આગળ જવાનું છે.”...

(અનુ. શકુંતલા મહેતા)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ