mati na ukli - Free-verse | RekhtaGujarati

માટી ન ઊકલી

mati na ukli

કાનજી પટેલ કાનજી પટેલ
માટી ન ઊકલી
કાનજી પટેલ

અનંત અગાધમાં ઊતર્યાં

સૂર્યતારાનક્ષત્ર આકાશગંગાનાં નામઠામ પાડ્યાં

વીણ્યાં ને ગણ્યાં બધાં

સરવરમાં સજાવ્યાં

સૌ પાણી પારખ્યાં

વાયુ વલોવ્યા

અંગારવાયુનાં માખણ કીધાં

ભરમ ખોલ્યા

ભરમાંડ ગાયાં

કાળાં બાકોરાંનાં જલમમરણ વાંચ્યાં

એક વેળા માટી અને આકાશ એક હતાં

ઉફરા ગયેલા આકાશને ભજ્યું

હવે આકાશને ગાઈ સંભળાવીએ

આકાશબાપા,

અમને

એક

ધરતીની શેર માટી ઊકલી

સ્રોત

  • પુસ્તક : ધરતીનાં વચન (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : કાનજી પટેલ
  • પ્રકાશક : પૂર્વપ્રકાશ, વડોદરા
  • વર્ષ : 2012