mara hath - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારા હાથ

mara hath

અશ્વિન જાની અશ્વિન જાની
મારા હાથ
અશ્વિન જાની

મારા હાથ ખૂબ ગમે છે મને,

હાથની દસ આંગળીઓ,

હૃદય જેટલી વહાલી લાગે છે મને

હાથથી જમું છું,

હાથથી લખું છું,

હાથથી બટન બીડું છું,

પણ

હાથ

હવામાં વીંઝી શકાતા નથી,

વળી આંગળીઓથી મુઠ્ઠી વાળી શકાતી નથી.

મારા હાથ

પેલા ભ્રષ્ટાચારી પ્રધાનની ડોક મરડી શકતા નથી,

પેલા કાળાબજારિયાને મારી શકતા નથી.

હાથ

મારા હાથ

મારા બન્ને હાથને

લકવો થઈ જાય તો સારું!

મારી દસેય આંગળીઓ

કપાઈ જાય તો સારું!

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 135)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન
  • વર્ષ : 1981