yewatushenkone - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

યેવતુશેન્કોને...

yewatushenkone

આદિલ મન્સૂરી આદિલ મન્સૂરી
યેવતુશેન્કોને...
આદિલ મન્સૂરી

‘લિબર્ટી’ અંદરથી

પોલી ભલે રહી

પણ

પેલું લેનિનનું બાવલું

ક્યાં ગયું?

*

બ્રેડના અભાવના

ધસમસતા પૂરમાં

ટૅન્કો ને મિસાઈલોના

ખડકલા

તણાઈ ગયા

*

માણસને

ક્યાં સુધી

મુશ્કેટાટ બાંધી રાખશો

એના

આંતરડે?

*

દાતરડાના માથે

હથોડો પડ્યો ને

હથોડાનો હાથ

દાતરડે બઢાયો

*

કરોડો માણસોના

લોહીથી ખરડયેલો

ધ્વજ

સત્તાનું કફન બન્યો

છેવટે

તૂટેલા નખોવાળું

વરુ

ગુફામાં

પડ્યું પડ્યું

કણસી રહ્યું.

સ્રોત

  • પુસ્તક : મળે ન મળે (પૃષ્ઠ ક્રમાંક 275)
  • સર્જક : આદિલ મન્સૂરી
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1996