રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅડધી રાતનો એકાક્ષી ચંદ્ર
ડોકિયું કરે છે મારા દેહમાં
ને ગળી પડે છે મારાં ગાત્રો.
કંઈ કેટલાય વખતથી
મારી ઊંઘ હરામ કરી
ધોળે દહાડે પણ ચળકી ઊઠ્યો છે એ
આંખના ડોળે તો ક્યારેક કપાળે ટપકતો.
દૂર ક્ષિતિજ ઉપર ઊભો ઊભો
મને એ અચૂક બેઠો કરી દે છે અડધી રાત્રે
માથે આવી અદૃશ્ય થશે-નો ભ્રમ પણ ભાંગી ચૂક્યો છે.
ક્ષીણ ઉજાસનું મીણ
બારીમાંથી રેલાતું અંદર બધે જ બાઝી રહ્યું છે.
બંધ ઓરડામાં એકાકી યાન જેવો
અંધકાર વીંધતો અફળાઉં છું આમથી તેમ.
ને નાની ફાટમાંથી પણ સામે આવી ઊભો રહે છે ચંદ્ર.
હું એને જોઉં કે ન જોઉં
છિદ્ર છિદ્રમાંથી મને સતત તાકે છે એ
પગમાં સીસું થઈ રેડાતો.
ભોંયમાં ઊંડે ઉતારતો
ન ચસતો કે ચસવા દેતો
નિષ્પલક તાકે છે
આ અડધી રાતનો એકાક્ષી ચંદ્ર.
aDdhi ratno ekakshi chandr
Dokiyun kare chhe mara dehman
ne gali paDe chhe maran gatro
kani ketlay wakhatthi
mari ungh haram kari
dhole dahaDe pan chalki uthyo chhe e
ankhna Dole to kyarek kapale tapakto
door kshitij upar ubho ubho
mane e achuk betho kari de chhe aDdhi ratre
mathe aawi adrishya thashe no bhram pan bhangi chukyo chhe
ksheen ujasanun meen
barimanthi relatun andar badhe ja bajhi rahyun chhe
bandh orDaman ekaki yan jewo
andhkar windhto aphlaun chhun amthi tem
ne nani phatmanthi pan same aawi ubho rahe chhe chandr
hun ene joun ke na joun
chhidr chhidrmanthi mane satat take chhe e
pagman sisun thai reDato
bhonyman unDe utarto
na chasto ke chaswa deto
nishpalak take chhe
a aDdhi ratno ekakshi chandr
aDdhi ratno ekakshi chandr
Dokiyun kare chhe mara dehman
ne gali paDe chhe maran gatro
kani ketlay wakhatthi
mari ungh haram kari
dhole dahaDe pan chalki uthyo chhe e
ankhna Dole to kyarek kapale tapakto
door kshitij upar ubho ubho
mane e achuk betho kari de chhe aDdhi ratre
mathe aawi adrishya thashe no bhram pan bhangi chukyo chhe
ksheen ujasanun meen
barimanthi relatun andar badhe ja bajhi rahyun chhe
bandh orDaman ekaki yan jewo
andhkar windhto aphlaun chhun amthi tem
ne nani phatmanthi pan same aawi ubho rahe chhe chandr
hun ene joun ke na joun
chhidr chhidrmanthi mane satat take chhe e
pagman sisun thai reDato
bhonyman unDe utarto
na chasto ke chaswa deto
nishpalak take chhe
a aDdhi ratno ekakshi chandr
સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન 1993 (પૃષ્ઠ ક્રમાંક 37)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1995