machhan - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કિનારાના કાદવમાં

ડગલાં ભરતી

કૂવાથંભ જેવી માણ

દરિયો આંજી

સૂરજને છાતીએ ઝૂલાવતી

વહાણ તરફ...

પાણીમાં

પગ મૂકતાં

દરિયો

ચીરાઈ ગયો

ચરરર...

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 155)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008