રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતારું ધાવણ મારો અમીઝરો
મા, તને ડાકણ નહીં કહું.
માફ કરી દઈશ એમને જે તને તરછોડીને ચાલ્યા ગયા ડૉલરિયા દેશમાં
એમના શ્નેત ધવલ સૂટની, ચમકતા બૂટની, લગીરે ઈર્ષ્યા નહીં કરું.
વ્હાઇટ હાઉસની શીતળ છાયા એમને મુબારક.
સાદ પડશે તારો પહેલો હોંકારો હું દઈશ
ભૂલી જઈશ માથે મેલું ઊંચકતી મારી ગર્ભવતી પત્નીને.
ઓતરાચીતરાના તાપમાં વાંકો વળી ખેતરો ખૂંદતા મારા બાપને.
માથે અત્યાચારોની સગડી લઈને હિજરત કરતાં મારા બાંધવોને.
ભૂલી જઈશ સઘળું, નહીં ઉચ્ચારું એકેય હરફ
તારી લાજ લાખેણી મા.
વિસ્થાપિત થઈશ જંગલો ને ખીણોમાં, શહેરની સડકો પર.
બાંધવા દઈશ એમને મારી છાતી પર
સરદાર સરોવરો ને શોપિંગ સેન્ટરો. ઍમ્યુઝમેન્ટ પાર્કો ને અભયારણ્યો
તને ઓછું આવવા નહીં દઉં, મા.
ભલે તેં દગોવંચો કર્યો મારી ને એની વચ્ચે.
એ મારો ભાઈ, મારો બાપ, મારો માલિક, મારો અન્નદાતા,
એનું ખાસડું મારા મોઢામાં.
એના મૂત્તરે ઝળહળો તારાં સચિવાલયો, સંસદો ને સર્વોચ્ચ અદાલતો
યાવત્ચંદ્રદિવાકરો.
હું ચડીશ દરેક કારગીલ જંગમાં
દેશભક્તિના ક્રોસ પર
તારી ધૂળને મારા અછૂત લોહીની સલામ!
મા, તને ક્યારેય ડાકણ નહીં કહું?
tarun dhawan maro amijhro
ma, tane Dakan nahin kahun
maph kari daish emne je tane tarchhoDine chalya gaya Daulariya deshman
emna shnet dhawal sutni, chamakta butni, lagire irshya nahin karun
whait hausni shital chhaya emne mubarak
sad paDshe taro pahelo honkaro hun daish
bhuli jaish mathe melun unchakti mari garbhawti patnine
otrachitrana tapman wanko wali khetro khundta mara bapne
mathe atyacharoni sagDi laine hijrat kartan mara bandhwone
bhuli jaish saghalun, nahin uchcharun ekey haraph
tari laj lakheni ma
wisthapit thaish janglo ne khinoman, shaherni saDko par
bandhwa daish emne mari chhati par
sardar sarowro ne shoping sentro emyujhment parko ne abhyaranyo
tane ochhun aawwa nahin daun, ma
bhale ten dagowancho karyo mari ne eni wachche
e maro bhai, maro bap, maro malik, maro anndata,
enun khasaDun mara moDhaman
ena muttre jhalahlo taran sachiwalyo, sansdo ne sarwochch adalto
yawatchandradiwakro
hun chaDish darek kargil jangman
deshbhaktina kros par
tari dhulne mara achhut lohini salam!
ma, tane kyarey Dakan nahin kahun?

સ્રોત
- પુસ્તક : મશાલ (પૃષ્ઠ ક્રમાંક 50)
- પ્રકાશક : જાતિ નિર્મૂલન સંકલન સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1987