લાઠી સ્ટેશન પર
laathii station par
ઉમાશંકર જોશી
Umashankar Joshi
ઉમાશંકર જોશી
Umashankar Joshi
દૈવે શાપી
તેં આલાપી
દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી!
દૂરેઽદૂરે
હૈયાં ઝૂરે
ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.
તે આ ભૂમિ
સ્નેહે ઝૂમી,
સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.
સ્રોત
- પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 509)
- સર્જક : ઉમાશંકર જોશી
- પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
- વર્ષ : 1981
- આવૃત્તિ : બીજી આવૃત્તિ
