kundun - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધૂળિયા ગામનું લીપેલું ઘર

ઘરના બારણે અલ્લડ સી સાંકળનું મીઠુંમધ ખટખટ

ખટખટમાં ભળતું લાલ-લીલી બંગડીનું ખનખન

ખનખન પર છલકાતું હસવાનું કલકલ

અને આંગળીથી ચાંદરણું પંપાળી-પંપાળી

ફાટેલી ચોપડીમાં ડૂબવાનો ખાલીખમ ડોળ

મારી ફરતે ઘેરાતો બની ઘનઘોર

પછી વરસી પડતો

હું પલળી જતો.

આજ

અક્કડ થયેલી સાંકળ પર લાગ્યું છે કટાયેલું તાળું

તાળા પર બાઝ્યું છે કરોળિયાનું જાળું

જાળામાં ફસાઈ મર્યું નાનકડું ફૂદું

જાળામાં ફસાઈ મર્યું નાનકડું ફૂદું.

સ્રોત

  • પુસ્તક : 28 પ્રેમકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : ઉમેશ સોલંકી
  • પ્રકાશક : નિર્ધાર પ્રતિબદ્ધ સાહિત્ય મંચ
  • વર્ષ : 2022
  • આવૃત્તિ : 2