maro shamaliyo - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારો શામળિયો

maro shamaliyo

નીરવ પટેલ નીરવ પટેલ
મારો શામળિયો
નીરવ પટેલ

મારા શામળિયે મારી હૂંડી પૂરી -

નીકર,

ગગલીનું આણું શેં નેકળત?

ચાવંડાની બાધા ફળી.

ને જવાનજોધ ગરાહણી ફાટી પડી...

એની ઠાઠડીએ ઓઢાડયું રાતું ગવન!

રાતીચોળ ચેહ બળે

ને આકડાના છોડે રાતું ગવન લહેરાય!

ગગલીની મા તો

જે મલકાય, જે મલકાય, મારી હાહુ...

બસ ડાઘુઓની પૂંઠ ફરે કે

ધૉડું હડ્ડ્ મસાણે

મારા દલિતનોય બેલી ભગવાન!

સ્રોત

  • પુસ્તક : સિગ્નેચર પોયમ્સ (પૃષ્ઠ ક્રમાંક 96)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ, ગિરિશ ચૌધરી
  • પ્રકાશક : એકત્ર ફાઉન્ડેશન (ડિજિટલ પ્રકાશન)
  • વર્ષ : 2021