kiDi - Free-verse | RekhtaGujarati

ઝાડ જેવું ઝાડ

કીડીનાં જડબાં વચ્ચે .

ઘેરાયેલું.

એક પછી એક મૂળ ખેંચાઈ

આવે છે બ્હાર.

નદી થીજી જાય છે.

પાનમાતર ખરી પડે એકસામટા

પવન ઢગલો થઈ જાય છે.

ફળ તૂટી પડે તડાક્

સૂરજ ડૂબી જાય છે.

હવે જમીન જેવી જમીન

ઉપર અંધારું ફરી વળે

કીડી કોતર્યા કરે

સવાર સુધી

ઝાડ આળસ મરડી બેઠું થશે ફરી.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 418)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004