khach laine - Free-verse | RekhtaGujarati

ખચ્ લઇને

khach laine

સુધીર દેસાઈ સુધીર દેસાઈ
ખચ્ લઇને
સુધીર દેસાઈ

એક ટુકડો કાપી લઉં છું

ધારદાર છરીથી

મારી આસપાસ પ્રસરેલી રાત્રીનો.

બેસી જાઉં છું કામ કરવા

તીક્ષ્ણ હથિયાર લઈને

કોતરવા, ટૂકડાને

સવાર સુધી.

રાતભરની મહેનતને અંતે

રચાએલી

જાળી જેવી આકૃતિમાંથી,

ડોકિયાં કરી જાય છે કેટલાંક

જાળી જેવી આકૃતિમાંથી

દેખાતા વિશ્વને

કેટલાંક કવિતા કહે છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 110)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983