khaalii jagaa - Free-verse | RekhtaGujarati

ખાલી જગા

khaalii jagaa

અમૃતા પ્રીતમ અમૃતા પ્રીતમ
ખાલી જગા
અમૃતા પ્રીતમ

માત્ર બે રજવાડાં હતાં -

એકે મને અને એને પદભ્રષ્ટ કર્યાં હતાં

અને બીજાનો અમે બંનેએ ત્યાગ કર્યો હતો.

નગ્ન આકાશની નીચે -

હું કેટલીયે વાર -

શરીરના વાદળમાં પલળતી રહી,

કેટલીયે વાર

શરીરના વાદળમાં પીગળતો રહ્યો.

પછી વર્ષોના મોહને -

એક ઝેરની જેમ પીને

એણે કંપતા હાથે મારો હાથ પકડ્યો.

ચાલ! ક્ષણોના માથા પર એક છત બાંધીએ

તે જો!

દૂર સામે, ત્યાં

સાચ અને જૂઠની વચ્ચે - કંઈક જગા ખાલી છે...

(અનુ. હરીન્દ્ર દવે)

સ્રોત

  • પુસ્તક : અમૃતાવિશેષ (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 1992