kawita lakh - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જાગે નવો અલખ

તુંય કવિતા લખ

સદીઓ જેવી સદીઓ માથે કોરા કાગળ જેવી

ભૂંસી નાખ્યા સૂરજ તેની પીડા સળગે એવી

બળે ટેરવાં નખ

તુંય કવિતા લખ

સૌને સૂરજ સોનાનો ત્યાં, તારે ઘર અંધારું

કાગળ પરના સુખને ગાતું વાગે રોજ નગારું

દરિયા એવાં દખ

તુંય કવિતા લખ

રોવા કરતાં કહેવા સારી કહેવા કરતાં લખવી

ભીતર ભંડારેલી પીડા જીવતર નાખે થકવી

એકાંત વલખ

તુંય કવિતા લખ

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી દલિત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 70)
  • સંપાદક : નીરવ પટેલ
  • પ્રકાશક : સાહિત્ય અકાદેમી
  • વર્ષ : 2010