ત્રણ કવિઓ
tran kavio
કે. સચ્ચિદાનંદન
K. Satchidanandan

કારણ કે
દરેક કવિતામાં બધું જ કહી દેવાનો
મેં પ્રયત્ન કર્યો,
હું એકેયમાં
કંઈ ન કહી શક્યો.
કારણ કે
મેં આવતી કાલ પર ઠેલ્યું,
જે મારે આજે જ કહી દેવાનું હતું,
હું ક્યારેય સત્ય ન ઉચ્ચારી શક્યો
ન આજે ન તો આવતી કાલે
કારણ કે
બધા જ મનુષ્યોનો મેં ઉપહાસ કર્યો,
એમને જનાવર કહ્યા
મનુષ્યો અને જનાવરોએ
મારી એકસરખી ઠેકડી ઉડાવી.
અમારે પગલે ચાલતા નહીં,
હે આવતી કાલના કવિઓ!
જેમ અમે ગઈ કાલના કવિઓને
પગલે ચાલેલા



સ્રોત
- પુસ્તક : અનુજા (પૃષ્ઠ ક્રમાંક 159)
- સંપાદક : કમલ વોરા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
- વર્ષ : 2023