teacher-cum-kavino ek interview - Free-verse | RekhtaGujarati

ટીચર-કમ-કવિનો એક ઇન્ટર્વ્યૂ

teacher-cum-kavino ek interview

સુનંદા મહેંદ્રા સુનંદા મહેંદ્રા
ટીચર-કમ-કવિનો એક ઇન્ટર્વ્યૂ
સુનંદા મહેંદ્રા

ટીચર ચુપચાપ બેઠા હતા

કવિતાના કાગળોનું બંડલ ખોળામાં મૂકીને

અને ઇન્ટર્વ્યૂ લેનાર એક યુવતી હતી

ઘણા સવાલો પૂછ્યા

'તમે એક ટીચર છો, સર, છોને?

તમે કવિતા લખો છો, તમારા ફ્રી ટાઈમમાં, ખરુંને?

ભણાવવા માટે તમને સારો એવો પગાર આપવામાં આવે છે છતાં

સર, તમારે કવિતા શા માટે લખવી જોઈએ?'

ઘડીભર તો ટીચર કવિ ખામોશ રહ્યા.

'આખર મુદ્દો શો છે બહેનનો સવાલો પૂછવા પાછળ?'

વિચારતા રહ્યા.

પછી એક સ્મિત પ્રગટ થયું એમના ચહેરા ઉપર.

'અરે મારી બેનાં!

હું કવિતા શા માટે લખું છું, પૂછ.

કવિતા હું પૈસા કમાવા લખતો નથી

કે પ્રખ્યાત થવા માટેયે લખતો નથી.

મારાથી બસ આમ લખાઈ જાય છે

ફૂલોના ગુચ્છા જેમ ફૂટે

કોઈ એવા એક વૃક્ષને જેનો ઉછેર થતો હોય એક દા'ડો લાકડાં

બનાવવા માટે.

(અનુ. સિતાંશુ યશશ્ચંદ્ર)

સ્રોત

  • પુસ્તક : संगच्छध्वम् (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : સિતાંશુ યશશ્ચંદ્ર
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
  • વર્ષ : 2023