kaagalnii hodii - Free-verse | RekhtaGujarati

કાગળની હોડી

kaagalnii hodii

વજેસિંહ પારગી વજેસિંહ પારગી
કાગળની હોડી
વજેસિંહ પારગી

દરિયો તો

દુનિયા ડુબાડી દે એવો

ને કવિતા તો

કાગળની હોડી.

કવિતા બહુ બહુ તો

આંગણામાં ભરાયેલા ખાબોચિયામાં

દરિયાનો અહેસાસ કરાવી શકે

કે હોડી તરતી મૂકતા બાળકનો વિસ્મય

આંખમાં આંજી શકે.

જો તરી જવાની મંછા હોય

ને ડૂબી જવાની ચિંતા હોય

તો કાગળની હોડીમાં બેસો!

સ્રોત

  • પુસ્તક : ડાગળે દીવો (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : વજેસિંહ પારગી
  • પ્રકાશક : મહીસાગર સાહિત્ય સભા
  • વર્ષ : 2024