balti miinbattiine phuunk maarii - Free-verse | RekhtaGujarati

બળતી મીણબત્તીને ફૂંક મારી

balti miinbattiine phuunk maarii

દિલીપ ઝવેરી દિલીપ ઝવેરી
બળતી મીણબત્તીને ફૂંક મારી
દિલીપ ઝવેરી

બળતી મીણબત્તીને ફૂંક મારી

કોઈ

બહાર થંભેલા અંધકારને કહે

'આવ અંદર, અહીં બીવા જેવું કંઈ નથી.'

એમ કવિતા બોલાવે

'તારું બધું ઓલવીને આવ હવે

ખોવા જેવું કંઈ નથી.'

ખોવાયેલું ગોતતાં મળી જાય તે કવિતા હોય

પણ ખોવાયલાનેય જે મળી શકે તે કવિતા.

સ્રોત

  • પુસ્તક : કવિતા વિશે કવિતા (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : દિલીપ ઝવેરી
  • પ્રકાશક : બીજલ પ્રકાશન
  • વર્ષ : 2016