umashankar joshi - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઉમાશંકર જોશી

umashankar joshi

પ્રબોધ પરીખ પ્રબોધ પરીખ
ઉમાશંકર જોશી
પ્રબોધ પરીખ

તમે અમને બબ્બે આંખો આપી

અને ભીની પણ કરી

તમે બન્ને હાથોથી પૃથ્વી છલકાવી દીધી

તમે શીખવ્યું અમને ચાલતાં જંગલમાં, જંગલની પાર

તમે કર્યાં અમારા કાનોમાં મંત્રોચ્ચાર

અંતરના અજવાળાને ટકોરતા.

તમે રચ્યો પુલ અહીંથી ત્યાં સુધીનો

તમે અમને બબ્બે આંખો આપી

અને

ભીની પણ કરી–

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 239)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004