કૌતુક
Kautuk
યજ્ઞેશ દવે
Yagnesh Dave
યજ્ઞેશ દવે
Yagnesh Dave
એન્ટેનાના સળિયા પર
એક કલકલિયો બેઠો
ને...
ટેલિવિઝનના સ્ક્રીન પર
ટૂથપેસ્ટની જાહેરત બંધ
વડાપ્રધાનનું રાષ્ટ્રજોગું પ્રવચન બંધ
રસાકસીભરી ક્રિકેટની કોમેન્ટરી બંધ
સ્ક્રીનમાંથી
ખળખળ ખળખળ ખળખળ ખળખળ જળ.
જળનું તળિયું કાચ,
સોનેરી રંગના લસરકા જેવી માછલીઓ
આમતેમ
ચળક ચળક સૂર્ય...
પણ… પછી.…એકાએક
કલકલિયો ઊડ્યો
નીલરંગી ફુવારામાં બધું ડુબાડતો...
સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ 1982 (પૃષ્ઠ ક્રમાંક 32)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
